મોરબીના જલારામ સેવા મંડળ દ્વારા ૨૮ બિનવારસી સહીત ૧૬૨ દિવગંતોના અસ્થિઓને સોમનાથમાં સામુહિક વિસર્જન કરાયુ

- text


મોરબી : મોરબીના લીલાપર સ્મશાન ખાતેથી ૨૮ બિન વરસી સહીત ૧૬૨ દિવગંતોના અસ્થિઓનું વિસર્જન કરવા મોરબી જલારામ મંદિરની ટીમ આજે સોમનાથ પહોચી તમામ અસ્થિઓનું હિંદુ શાસ્ત્રકત વિધિ પ્રમાણે સોમનાથ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

- text

મોરબી જલારામ મંદિર દ્વારા અવાર નવાર સેવાભાવી કાર્યો થતા હોય છે. આ સાથે બિનવારસી મૃત દેહોનો અંતિમ સંસ્કાર તથા તેમના સ્વજનોની જેમ બિનવારસી અસ્થિઓના વિસર્જન કરવામાં આવે છે. આર્થિક રીતે અસક્ષમ અને સમયના અભાવે તેવા પરિવાર જનોના દિવ્ગંતોના અસ્થીઓને મોરબી જલારામ મંદિર ટીમ દ્વારા વિસર્જિત કરવામાં આવે છે તેમાં ૨૮ બિનવારસી અને ૧૬૨ દિવ્ગંતોના અસ્થીઓ જલારામ મંદિર ટીમના ગિરીશ ઘેલાણી, નિર્મિત કક્કડ, હિતેશ જાની, કાજલ ચંદીભમ્મર સહિતની ટીમ આજે સોમનાથ મંદિરે પહોંચી ત્યાં હિંદુ શાસ્ત્રોકત વિધિ કરીને ત્રિવેણી સંગમમાં સામુહિક અસ્થિઓનું વિસર્જન કર્યું હતું.

 

- text