મોરબી શહેરના રોડ-રસ્તા ગટર પ્રશ્ને કલેક્ટર ને રજુઆત કરતા કૉંગી અગ્રણી બાવરવા

- text


મોરબી:મોરબી કૉંગ્રેસ કાર્યાલયમંત્રી કાંતિલાલ બાવરવાએ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા અને મોરબી શહેરની ઉભરાતી ગટરો મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રોગચાળો ફેલાય તે પૂર્વે નગર પાલિકા નો કાં આમળી લોકોની સુખકારી માટે કડક પગલાં ભરવા માંગ કરી છે.

- text

આ બાબતે આવેદન પત્રમાં જણાવવાનું કે, તાજેતર માં વરસાદ ના કારણે મોરબી જીલ્લા ના ગામડાના તેમજ મોરબી શહેર ના ઘણા રોડ રસ્તાઓ તૂટી જવા પામેલ છે તેમજ મોરબી શહેર માં ઠેર-ઠેર ગટર ના પાણીઓ રસ્તા પર વહે છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલા લેવામાં આવતા નથી તેવું લોકો કહી રહ્યા છે. મોરબી જીલ્લા માં અતિવૃષ્ટિ ના કારણે ઘણા ગામો ના રસ્તાઓ તૂટી ગયેલ છે અને ગામો સંપર્ક વિહોણા બનેલ છે. આવા ગામો માંથી અન્ય જગ્યાએ ભણવા જતા વિદ્યાર્થીઓ, બહાર નોકરી કરવા જતા નોકરિયાતો, ધંધાર્થે બહાર જતા ધંધાર્થીઓ, બીમાર દર્દીઓ તેમજ શહેર માં જીવનજરૂરી વસ્તુ ની ખરીદી કરવા જનાર ગ્રામજનો વગેરે લોકો ને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. તો આ બાબતે આપશ્રી લાગત તંત્ર ને યોગ્ય આદેશો આપી આ બાબતે યોગ્ય કરો એવી અમારી માંગણી છે. આ ઉપરાંત સૌથી ખરાબ હાલત જો કોઈની હોય તો એ મોરબી શહેરના નાગરિકોની છે. ઠેરઠેર રસ્તાઓ તૂટેલા છે, ગટરો ઠેરઠેર ઉભરાય છે અને રસ્તા પર વરસાદી પાણી ની સાથે ગટર ના પાણી પણ ભરાયેલા છે જાણે કે રસ્તા પર નદી વહેતી હોય એવી પરિસ્થિતિ બનવા પામેલ છે. લોકો નું કહેવું છે કે આ બાબતે નગરપાલિકા દ્વારા યોગ્ય જવાબો આપવામાં આવતા નથી, નગરપાલિકા માં ફરિયાદો કરીએ છીએ પરંતુ તેનો કોઈ જ નિકાલ થતો નથી, કંટ્રોલ રૂમ માં જાણ કરતા તમારી ફરિયાદ લખી લીધેલ છે થી વિશેષ કોઈ જ પ્રત્યુતર પ્રાપ્ત થતો નથી. જો આમ જ રસ્તાઓ પર ગટર ના પાણી ભરાયેલા રહ્યા તો ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ છે. ઉપરાંત મોરબી ના રોડ-રસ્તાઓ પર પડેલ ખાડાઓ ના કારણે ઘણા અકસ્માતો થાય છે. અમુક ખાડાઓ તો એટલા ઊંડા છે કે કોઈ અકસ્માત થાય તો જાનહાની નો મોટો ભય રહેલ છે. આ ખાડાઓ કોઈનો જીવ લે એ પહેલા ખાડાઓ ને પુરવા તંત્ર ને સુચના આપવા આપશ્રી ને અમારી નમ્ર અરજ છે.

- text