108 એમ્બ્યુલન્સના કર્મચારીઓનું શોષણ કરતી જીવીકે કંપની

- text


ભરતી સમયે પાયલોટ-એ.એમ.ટી સ્ટાફ પાસેથી કરાતું ઉંઘરાણું

મોરબી : દિવસ-રાત જોયા વગર કામ કરતા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓનું જીવીકે કંપની દ્વારા શોષણ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી ફરિયાદ સાથે આજે મોરબી જિલ્લાના 108 ના કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 108 ના પાયલોટ અને ઈ.એમ.ટી.સ્ટાફ દવરા આજે તેમને પડતી મુશ્કેલી અંગે મુદ્દાસર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું હતું કે સરકારે ચાલુ વર્ષે નવી 70 એમ્બ્યુલન્સ ફાળવી હોવા છતાં જીવીકે કંપની દ્વારા 100 એમ્બ્યુલન્સ 12 કલાક માટે બંધ કરી દીધી છે.અને એમ્બ્યુલન્સનું સમયસર રીપેરીંગ થતું ન હોવાથી સમયસર દર્દી સુધી પહોંચી શકાતું નથી.
વધુમાં 108 ના સ્ટાફે લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે જીવીકે કંપની ભરતી વખતે પાયલોટ પાસેથી 10000 અને ઈએમટી પાસેથી 15000 રૂપિયા પડાવે છે અને જરૂરિયાત મુજબ સરકારી નિયમો અનુસાર રજા આપતી નથી જો ક્યારેક સારા માઠા પ્રસંગે રજા રાખવામાં આવે તો કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરી નાખે છે અને બદલી કરવામાં પણ પૈસા લેવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
વધુમાં 108ના કર્મચારીઓ દવરા તેમની અર્ધકુશળ કર્મચારી તરીકે ગણી વર્ગ-3 મુજબ પગાર ધોરણ આપવા મને હાલમાં 8 કલાક ને બદલે 24 કલાક અને ક્યારેક તો 36 કલાક સુધી નોકરી કરાવવામાં આવતી હોય નિયમ પ્રમાણે નોકરી કરાવવા માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે 2007 થી 108 એમ્બ્યુલન્સ રાખવા માટે શેડ અને સ્ટાફ માટે રૂમની સુવિધા આપવાનું નક્કી થયું હોવા છતાં કોઈ સુવિધા ન અપાતા હાલમાં મહિલા કર્મચારીઓને વોશરૂમ જવામાં પણ તકલીફ પડતી હોવાનું જણાવ્યું હતું
આશ્ચર્યની બાબત તો એ છે કે જીવીકે કંપની સરકારી મોબાઈલ બીલના નાણાં અને એમબ્યુલન્સમાં આવતા નાના-મોટા ખર્ચના પૈસા સ્ટાફના પગારમાંથી કાપી લેતી હોવાથી કર્મચારીઓ દ્વારા હવે શોષણ બંધ કરાવવા સરકાર સમક્ષ ધા નાખવામાં આવી છે.

- text

- text