મોરબી : ટિમ્બડીના પાટિયા પાસે ટ્રક હડફેટ યુવાનનું મોત

- text


મોરબી : મોરબી-માળિયા હાઇવે પર આજે સાંજે ચારેક વાગ્યાના અરસામાં ટ્રક ચાલકે મોટર સાયકલ સવાર મિયાણા યુવકને હડફેટ લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજ્બ મોરબી-માળિયા હાઇવે પર મોટર સાયકલ લઈને જઈ રહેલા શેરમહમદ વલીમહમદ મોવર (ઉ.35)નામના મિયાણા યુવાન ને ટ્રક ન.જીજે.12 એ ઝેડ 1762ના ચાલકે બેફિકરાઈ થી ચલાવી હડફેટ લેતા શેરમહમદભાઈ નું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું.
ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તાપસ હાથ ધરી છે.

- text

- text