નાની વાવડી ગામે વિદ્યાર્થી-આગેવાનો દ્વારા ચક્કાજામ

- text


આજ રોજ વહેલી સવારે નાની વાવડી ગામે એસટી બસો રોકવાનો મામલો બન્યો હતો, જેમાં બસો મોડી વહેલી આવતી હોય અને અમુક સ્થાને ઉભી રહેતી ન હોય તથા બસ ડ્રાઈવર અને કંડકટરની આડોડાઈનાં પગલે વિદ્યાર્થી અને ગામલોકોએ ચક્કાજામ કર્યો હતો. થોડીવારનાં ચક્કજામ અને વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન બાદ વિદ્યાર્થી અને આગેવાન સાથે તંત્રએ વાતચીત કરી હતી. જેમાં આગેવાનોની મધ્યસ્થી સમગ્ર મામલો થાળે પડ્યો અને ચક્કાજામ દૂર થઈ યંત્રવત એસટી બસ શરુ થઈ હતી.

- text

વિદ્યાર્થી પડતર પ્રશ્નોનો એસટી તંત્રએ ઉકેલ લાવવાની બાહેધારી આપતા વિદ્યાર્થીઓ શાંત પડ્યા હતા પરંતુ બસ સમયસર ટાઈમ પર નહી આવે તો ફરી ચક્કાજામ કરીશુ એવું કહી સરપંચએ એસટી નિગમને ચિમકી આપી છે.

 

- text