મોરબી : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી

- text


મોરબી : આજ રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીનાં ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત મોરબી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરેલા વિવિધ કર્મચારીઓને સન્માન ઉપરાંત નસબંધી અપનાવેલા દંપતીઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત ડીડીઓ, પ્રમુખ, અધિકારીઓ, પદાધિકારીઓ તથા કર્મચારી સહિત ૬૩૨ લોકોએ માનવસાંકળ રચી બેટી બચાવોની આકૃતિ રચી સામાજિક સંદેશ આપ્યો હતો.
વસ્તી દિવસ ઉજવણી કાર્યક્રમમાં ડો. કતીરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દર ૧૦૦૦ પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ૯૧૮ છે. મોરબી આરોગ્ય ક્ષેત્રની કામગીરીમાં ગુજરાતમાં અગ્રેસર છે. ડીડીઓ ખટાણાએ આ અંગે જણાવ્યું હતું કે, આપણે વંશ જોઈએ છે અને વસ્તી પણ વધારે છે. આ પ્રશ્નનો નિવેડો સમાજ દ્વારા જ આવી શકે. આ માટે ટીમ ૧૦૦ ટકા કામ કરે તેવી અપેક્ષા છે. આરોગ્યટીમ સમક્ષ અને કાર્યક્ષમ હશે તો જરૂર સફળતા મળશે. ગામમાં કોઈ આગેવાન કે પદાધિકારી રોગચાળાની માહિતી આપે એના પહેલા આશા વર્કર બહેનો પહોંચીને કાર્ય કરે એ સાચી સફળતા જણાવી ખટાણાએ આશા વર્કરો ને સૌથી સારા સંદેશવાહક ગણાવ્યા હતા.
સોનલબેનએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ભારતમાં અમે બે અમારા બેની વિચારસરણી છે પણ અમલવારી નથી. ચાઈનાનાં આપણા કરતા વધુ વસ્તી છે પણ આપણા જેવા પ્રશ્નો નથી. આપણે ધારીએ તો એમના કરતા વધુ આગળ નીકળી શકીએ. ચાઈનામાં દરેક લોકો કામ કરે છે અને અમેરિકામાં સ્ત્રીને સન્માન આપવામાં આવે છે. ભારતમાં આરોગ્યમાં સુધારો થવાને કારણે વસ્તીમાં સુધારો થયો છે. વસ્તી બાબતે જાગૃતતા ફેલાવવી જરૂરી છે એવું સોનલબહેને કહ્યું હતું.
આ કાર્યક્રમ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સોનલબેન ધનશ્યામભાઈ જાકાસણીયાનાં અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો છે. જેમાં ડીડીઓ ખટાણા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ કતીયા, કારોબારી ચેરમેન કિશોર ચીખલીયા, અમુભાઈ હુંબલ હાજર હતા. આ કાર્યક્રમનું સંચાલન ડો. હાર્દિક રંગપરીયા અને ગાભવાભાઈએ કર્યું હતું, ⁠⁠⁠

- text