મોરબી : ભારે વરસાદને કારણે જિલ્લાના માર્ગોને 70 લાખનું નુકશાન

- text


વાંકાનેર-મીતાણા, લજાઈ વાંકાનેર અને ટંકારા-લતીપર હાઇવેને ભારે નુકશાન

મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના જુદા-જુદા માર્ગોને રૂપિયા 70 લાખથી વધુનં નુકશાન થયું હોવાનું માર્ગ અને મકાન વિભાગના સર્વેક્ષણમાં બહાર આવ્યું છે.
ગત તારીખ ૧ જુલાઈના રોજ મોરબી જિલ્લામાં ટંકારા, વાંકાનેર સહિતના તાલુકાઓમાં પડેલા ભારે વરસાદને કારણે રોડ-રસ્તાને વ્યાપક પ્રમાણમાં નુકશાની થતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વે કરી નુકશાનીનો તાગ મેળવવામાં આવી રહ્યો છે.
મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી દોમડીયાના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે જિલ્લામાં જુદા-જુદા માર્ગોનું ધોવાણ થતા અંદાજે ૭૦ લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાનું સર્વે બાદ તારણ કાઢવામાં આવ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભારે વરસાદને કારણે મોરબી જિલ્લામાં સૌથી વધારે નુકશાન લજાઈ-હડમતીયા-વાંકાનેર માર્ગ, ટંકારા-લતીપર હાઇવે તેમજ મીતાણા-અમરસર-વાંકાનેર માર્ગને થયું છે. દરમિયાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ તુર્ત ટંકારા-લતીપર માર્ગને રીપેર કરવા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું બાકીના માર્ગોમાં ગાબડાં પુરી ચોમાસા બાદ રીપેરીંગ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. જયારે ભારે વરસાદને કારણે રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા ગામમાંથી પસાર થતો રોડ ધોવાઈ ગયો હોવાથી હાલમાં વાહન ચાલકો અને ટંકારના પ્રજાજનોને મુશ્કેલી પડતી હોવાથી માર્ગ અંને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ધોવાઈ ગયેલ માર્ગ ને મરામત કરવામાં આવનાર હોવાનું આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેર શ્રી દોમડીયાએ જણાવ્યું હતું.⁠⁠⁠⁠

- text

- text