ટંકારા : પૂર અસરગ્રસ્તોને પંચાયતે આપેલા સહાય ચેકો સ્વીકારવામાં બેંકોના ઠાગાઠૈયા

- text


ટંકારાનાં અતિવૃષ્ટિથી તબાહ થયેલા ૯૯ પરિવારોને રાજ્ય સરકારે ફદિયું પણ ન ચૂકવતા ટંકારા પંચાયતને માનવતાની રુએ ગરીબ પરિવારોને પોતાના સ્વભંડોળમાંથી રૂ. ૪,૩૫,૬૦૦ની સહાય કરવી પડી હતી. આ તકે રાજ્યનાં વિચરતા સમુદાઈ મંચનાં હોદ્દેદારો અમદાવાદથી ટંકારા દોડી આવ્યા હતા. અને ૯૯ પરિવારો જેની ઘર વખરી અને માલસામાન સાથે ઘર તબાહ થયેલા હતા એ સૌ અસરગ્રસ્તોને સહાય કરી હતી.

પંચાયતે ૯૯ પરિવારોને સહાયનાં ચેક ચૂકવી દીધા છે પણ મોટાભાગઓના ઓળખપત્રો તેમજ અન્ય જરૂરી આધાર પુરાવાઓનો પુરમાં નાશ થયેલ છે. જેથી તાત્કાલિક બેંક ખાતું પણ ખુલી શકે તેમ નથી. જેથી આ લોકોને ચેકના નાણા અત્યારે મળતા નથી અને આ લોકોને હાલમાં તાત્કાલિક નાણાની જરૂરીયાત છે. આ સમગ્ર હકિકત જાણતા વિચરતા સમુદાય મંચનાં સંયોજક કનુભાઈએ ફરિયાદ કરતા અધિકારીઓ બેંકની આડોડાઈથી ચોંકી ઉઠ્યા હતા.
કામચોરી કરનારી બેંકમાં મુક્યા દેના બેંક, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક અને ગ્રામીણ બેંક છે. જેને તમામ લાજ શરમ નેવે મૂકી ગરીબોની મશ્કરી કરી છે. જો કે શહેરની સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર બ્રાન્ચે ૩૪ લાભાર્થીઓને ખાતા ખોલી સહાય ચેક વટાવી પોતાની આબરૂ બચાવી લીધી હતી. આ વચ્ચે ફોટો સુટ કરી સેવા કરવાના નાટક કરનાર એક પણ લોકો આ હકીકત થી વાકેફ નથી કે પછી ખબર હોવા છતાં અજાણ્યા હોવાનું ઢોગં કરે છે.

- text

પૂર અસરગ્રસ્તોને ચેકની જગ્યાએ રોકડા નાણા ચૂકવવાની માંગ
ટંકારા વિસ્તારના અસરગ્રસ્ત લોકોને કેશ પેમેન્ટ કરવા બાબતે કાન્તિલાલ ડી. બાવરવાએ કલેકટરશ્રીને લેખિતમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં તાજેતરમાં આવેલ પુર હોનારતના કારણે ઘણા લોકો બેઘર બનેલ છે. આવા લોકોને ઘરવખરી સહાય જે ચુકવવામાં આવેલ છે તે ચેક દ્વારા ચુકવવામાં આવેલ છે. પરંતુ આ લોકોમાં ઘણા એવા લોકો છે જેઓના કોઈ બેંક ખાતા નથી. તેમજ તેઓના ઓળખપત્રો તેમજ અન્ય જરૂરી આધાર પુરાવાઓનો પુરમાં નાશ થયેલ છે. જેથી તાત્કાલિક બેંક ખાતું પણ ખુલી શકે તેમ નથી. જેથી આ લોકોને ચેકના નાણા અત્યારે મળતા નથી અને આ લોકોને હાલમાં તાત્કાલિક નાણાની જરૂરીયાત છે. તો આ લોકોને કેશ પેમેન્ટ ચુકવવા યોગ્ય વ્યવસ્થા કરવા વિનંતી કાન્તિલાલ ડી. બાવરવા કરી છે.

 

 

- text