મોરબી થી જડેશ્વર સુધીનો મુખ્યમંત્રીએ ખાતમુર્હત કરેલ રોડ કયારે બનશે ?

- text


મોરબી થી જડેશ્વર રોડ અેટલે કે વાયા રવાપર,ઘુનડા, સજ્જનપર અને જડેશ્વર સુધીનો આમ ૨૧ કિ.મી. નો રોડ ૭.૫૦ મીટર પહોળો મંજુર થયો તેનુ એક વર્ષ વિતવા છતા હજી સુધી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી કયારે જાગશે..? આ રોડનું ખાતમુર્હત આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રવાપર સ્વામીનારાયણ કથા સમયે આવ્યા હતા ત્યારે કર્યું હતું તેનું પણ અેક વર્ષ વિતી ગયું છતા આ રોડનું કામ ચાલુ કરવામાં આવેલ નથી. ત્યારે આ રોડનું કામ માત્ર કાગળ ઉપર જ છે. ટુંક સમયમાં જ શ્રાવણ માસ શરૂ થતો હોવાથી શ્રધ્ધાળુઓને જડેશ્વર મહાદેવ ના દર્શનાર્થે જતા હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.આ રોડ પર ટ્રાફિક ની સમસ્યા શ્રાવણ માસમાં વધુ રહે છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાતમુર્હત થયેલ રોડ હજુ સુધી વિલંબમાં કેમ…? આવા અનેક પ્રશ્ન ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે સજજનપર ગામના સરપંચ બરાસરા અશોકભાઈ તેમજ ગામના જાગૃત નાગરીક કૌશિકભાઈ મારવણીયાઅે તંત્રને કુંભકર્ણની નિંદ્રામાંથી વહેલી તકે જાગવા રજૂઆત કરી છે.

 

- text