ખરેડા : કેનાલ રીપેર કરવા અને જમીન તથા પાક ધોવાણનું વળતર ચૂકવવા અરજ

- text


મોરબી તાલુકના ખરેડા માઈનોર કેનાલ તૂટતા માલિકીની જમીનનું ધોવાણ થતા તથા ઉભા પાકની નુકસાનીની વળતરની રકમ આપવા અને કેનાલ રીપેર કરાવવા આ ગામનાં ખેડૂત હરજીવનભાઈ પટેલે નાયબ કાર્યપાલક ઈજનેર મોરબીને અરજ કરી છે કે, મોરબી તાલુકાનાં ખરેડા ગામની માલિકીની જમીન સર્વે નં. ૩૦૮ પૈકી ખરેડા માઈનોર કેનાલ આવેલી છે. જે કેનાલ અગાઉ પણ તૂટતા ઘઉંનાં પાકમાં નુકસાન થયું હતું. જ્યારે અત્યારે ફરીથી કપાસનું વાવેતર કરેલું હતું ત્યારે કેનાલમાં વધુ પાણી આવતા કેનાલમાં ગાબડું પડી જે તમામ કપાસ બળી ગયો છે અને જમીનનું ધોવાણ થયું છે. જેથી ઘણી જ આર્થિક નુકસાની થતા સ્થળ પર તપાસ કરી પાક નુકસાનીનું વળતર આપવા અને કેનાલ રીપેર કરવાની અરજ હરજીવનભાઈ પટેલે કરી છે.

- text

- text