મોરબી : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

- text


જીએસટીના વિરોધમાં મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજ રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે બંધનાં એલાનનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આજ રોજ મોરબી શહેરની મોટાભાગના બજારોમાં કાપડ કરિયાણા સહિતના દુકાનો ખુલ્લી જોવા મળતા મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બેચર હોથી અને ધીરુ ભોજાણી, ચંદ્રકાન્ત આશર સહિતના લોકો બજારમાં વેપારીઓને બંધમાં જોડાવાની અપીલ કરવા નીકળ્યા હતા. આજ વહેલી સવારે વેપારીઓની ૭૦ ટકા બજાર બંધ હતી જ્યારે અત્યારે ૧૧ વાગ્યાની આસપાસ ૫૦ ટકા જેટલા વેપારીઓની દુકાનો ખુલી ગઈ છે. આથી જીએસતી વિરોધ અંગે બંધનાં એલાનને મિશ્ર પ્રતિસાદ⁠⁠⁠⁠ સાંપડ્યો છે.
જીએસટીના વિરોધમાં આજ રોજ મોરબી જિલ્લાના ત્રણેય માર્કેટ યાર્ડમાં હરરાજી બંધ છે. કમિશન એજન્ટો તથા વેપારીઓ દ્વારા જીએસટીનો વિરોધનો જબ્બર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવતીકાલથી લાગુ પાડનારા જીએસટીનાં વિરોધમાં ક્યાંક રોષ તો ક્યાંક બંધ તો ક્યાંક સ્વીકારનો માહોલ જોવા મળી રહ્યો છે.

- text