મોરબી : વરસાદ અપડેટ

- text


મોરબી જિલ્લામાં ગત મોદી રાત્રીથી કાચા સોના જેવો ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો છે. છેલ્લી ત્રણ કલાકથી સમગ્ર જિલ્લામાં ધીમી ધીમી મેઘમહેર અવિરત ચાલુ છે ત્યારે મોરબી અપડેટને પ્રાપ્ત માહિતી મુજબ આજ સવારથી અત્યાર સુધીમાં મોરબીમાં ૯ એમએમ, ટંકારા તાલુકામાં ૧૮ એમએમ, વાંકાનેર તાલુકામાં ૬ એમએમ અને માળિયા મી. તાલુકામાં ૧ એમએમ વરસાદ નોંધાયો છે.
ટંકારા તાલુકામાં આજે ફરી હમીરપર ગામે વિજળી પડતા એક ભેંસનું મોત થયું હતું. ટંકારાના આજુ બાજુના ગામડામાં પણ વિજળી પડી છે જેમાં લજાઈ ગામે ખેડુતના ઘર પર વિજળી પડતા માલની નુકશાની થઈ છે. જો કે, સદનશિબે કોઈ જાનહાનિ થઈ નથી. આ મુજબ જ વરસાદથી ૧૩૨ કેવી સબસ્ટેશનમાં પણ જોરદાર કડાકે તિખારો થતા સૌ ભયભીત થઈ ગયા હતા.
વરસાદ વરસવાની ભરપૂર આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં ધીમી ધારે મેહુલો વરસી રહ્યો છે ત્યારે ધરતીપુત્રોથી લઈ સૌ કોઈ મેધો મનમૂકી ક્યારે વરસશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

- text