મોરબી : સ્ટેટ બેંકની ગ્રીનચોક શાખાનું એટીએમ ૧૦ દિવસથી ઠપ્પ

- text


મશીન બંધ હોય રૂપિયા ભરવા-કાઢવા લોકોને જવું ક્યાં?

મોરબી : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો વહીવટ દિવસે દિવસે સુધારવાને બદલે કથળી રહ્યો હોવાની પ્રતીતિ કરાવતો કિસ્સો બહાર આવ્યો છે. મોરબી દરબારગઢ નજીક આવેલ ગ્રીનચોક શાખા બહાર આવેલુ એટીએમ છેલ્લા દશથી બાર દિવસથી બંધ હોવા છતાં રીપેર ન થતા વેપારીઓ અને આમ જનતાને મુશ્કેલીનો ભારે સામનો કરવો પડી રહ્યો છે.
મોરબીના દરબારગઢ નજીક આવેલ એસબીઆઈની ગ્રીન ચોક શાખાની બાહર આવેલ ઈ-કૉર્નરમાં નાણાં ઉપાડવાની સાથેસાથે નાણાં ભરવા માટેનું પણ મશીન મુકવામાં આવ્યું છે. આ સુવિધાને કારણે લોકોને નાણા ભરવા-ઉપાડવામાં સરળતા રહે છે. પરંતુ છેલ્લા દશથી બાર દિવસથી એટીએમ બગડી જતા આમ જનતા અને વેપારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ સ્ટેટ બેંક દ્વારા તઘલખી નિર્ણય લઇ પોતાની જ અન્ય બ્રાચના ખાતામાં નાણા ભરવા હોય તો કાઉન્ટર પર નાણાં સ્વીકારવાનો ઇન્કાર કરી ફરજીયાત મશીનમાં જ નાણાં ભરવા ગ્રાહકોને આગ્રહ કરવામાં આવે છે અને મશીનમાં નાણાં ભરવા જાય તો મશીન બંધ હોય છે. આવા સંજોગોમાં ગ્રાહકોને શું કરવું એ ખબર પડતી નથી.
જો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બાબુઓની આવી જ માનસિકતા રહેશે તો આવનાર દિવસોમાં સ્ટેટ બેંકની હાલત સરકારી શાળાઓ જેવી થશે. શિક્ષકો પૂરતા પ્રમાણમાં હશે પરંતુ ભણવાવાળા બાળકો નહિ હોય એમ આવનાર દિવસોમાં બેંકોને ગ્રાહકો નહિ મળે અને ખાનગી બેંકોની ગ્રાહકો પ્રત્યેની સભાનતા જોતા આવનાર દિવસોમાં સરકારી બેંકોના હાલ ખરાબ થશે

- text

- text