મોરબી : આમરણ ગામે બીલ વગરનાં ચાઈનાનાં મોબઈલ વેચનાર દુકાનદાર પર પોલીસ કાર્યવાહી

- text


મોરબી : પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડનાં માર્ગદર્શનમાં મોરબી એસઓજી પોલીસ સબ ઈન્સ. આર.ટી. વ્યાસ સાહેબની સુચનાથી મોરબી એસઓજી સ્ટાફે મોરબી તાલુકાનાં આમરણ ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આમરણ બસ સ્ટેશન નજીક આવેલી ન્યુ ભવાની નામની મોબાઈલ દુકાન ચેક કરતા દુકાન માલિક અક્ષય ઉર્ફે લાલો મહેશભાઈ કાનાબાર ઉ.વ. ૨૯ પાસે પોતાના કબ્જાવાળી દુકાનમાંથી બીલ વગરનાં ૨૨ ચાઈનાનાં મોબાઈલ કિ.રૂ. ૧૬૨૩૦નાં વેંચાણ કરતા મળી આવતા શકપડતી મિલ્કત હોવાનું જણાતા પોલીસે મોબાઈલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.⁠⁠⁠⁠

- text

- text