ધંધાના વિકાસ માટે સિસ્ટમ, ટેકનોલોજી અને મેનપાવર વિકસાવવાની વધુ જરૂર : મોટીવેશનલ ગુરુ સંતોષ નાયરે

- text


મોરબી સિરામિક એસો. દ્વારા ઉદ્યોગકાર-વેપારીઓ માટે સફળ સેમિનાર યોજાયો

મોરબી સિરામિક એસો. દ્વારા સ્કાય મોલ ખાતે મોરબીનાં ઉદ્યોગકારો અને વેપારીઓને પ્રખ્યાત મોટીવેશનલ ગુરુ સંતોષ નાયરે વેપાર-ધંધાને વિકસાવવા વિષયક માર્ગદર્શન અને સફળ બીઝનેસમેન બનવાની ટીપ્સ આપી હતી.
મોરબી સિરામિક એસો. દ્વારા આયોજીત સેમિનારમાં સંતોષ નાયરે ઉદ્યોગકારોને સબંધો કરતા શ્રમ પર ભાર મૂકવા અંગે જણાવી ધંધા-વ્યવસાયમાં જાણીતા સગા-વ્હાલાઓ નહીં પરંતુ મહેનતું અને પરિશ્રમી લોકોને સ્થાન આપવા સૂચવ્યું હતું. કોઈપણ બીઝનેસમેન ત્યારે જ સફળ થઈ શકે જ્યારે તે માત્ર નીતિમત્તાનાં રસ્તા પર આગળ વધી કરચોરી ન કરે અને બે નંબરનાં રસ્તાઓ છોડે. ખાસ કરીને મોરબીનાં ઉદ્યોગકારે શૂન્યમાંથી સર્જન કરી સફળ બીઝનેસમેન બનવા માટે સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે. તે માટે તેઓએ જરૂરી ટેકનોલોજી અને મેનપાવર વિકસાવવાની વધુ જરૂર છે તેવું જણાવી સંતોષ નાયરે મોરબીનાં ઉદ્યોગપતિઓને વિવિધ વિષય અને પ્રશ્નોને અનુરૂપ પોતાનું જ્ઞાન પીરસ્યું હતું.
આ સેમિનારમાં સિરામિક એસો. પ્રમુખ કે,જી. કુંડારિયા સાહેબ, નિલેશભાઈ જેતપરિયા અને પ્રફુલભાઈ દેત્રોજા તેમજ સીમ્પોલો સિરામિક ગ્રુપના જીતુભાઈ પટેલ, કલોક એસો. પ્રમુખ શશાંકભાઈ દંગી અને વરમોરા ગ્રુપનાં પ્રકાશભાઈ વરમોરા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

- text