મોરબી તાલુકાના ૯૪ ગામોના ઈ-ધરા કેન્દ્રમાં ૧૫૦ થી વધુ નોંધો પેન્ડિંગ : ખેડૂતો પરેશાન

- text


સાયબર હુમલા બાદ ઈ-ધરા કેન્દ્રોમાં એન્ટ્રીનો ઢગલો

મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં સાયબર એટેક બાદ ઓનલાઇન સરકારી કામગીરીને માઠી અસર પડી છે ત્યારે જિલ્લાના ઈ-ધરા કેન્દ્રોમાં એન્ટ્રીનો ભરાવો થયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. હાલમાં ખેડૂતોની ધિરાણ લેવાની મોસમ વચ્ચે મોરબી સહિત જિલ્લાના તમામ ઈ-ધારા કેન્દ્રોમાં એન્ટ્રીનો ભરાવો થી ગયો છે.
એન્ટ્રીનો ભરાવો થવા પાછળ સરકારી કોમ્પ્યુટર પર થયેલા સાયબર એટેકને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. મોરબી મામલતદાર કચેરીના ઈ-ધરા નાયબ મામલતદાર એચ.જી. મારવાણીયાના જણાવ્યા મુજબ સાયબર હુમલામાં ઈ-ધરાના ૩ કોમ્પ્યુટર ક્ષતિગ્રસ્ત થયા હતા જે ને કારણે મોરબી તાલુકાના ૯૪ ગામોના ઈ-ધરા કેન્દ્રમાં ૧૫૦ થી વધુ નોંધો પેન્ડિંગ છે. દરમિયાન ખેડૂતોના ધિરાણ માટેના આ સમયમાં બોજ નોંધ સહિતની કામગીરીને અસર કરતા ખેડૂતોને ધિંગાણુંમાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે.⁠⁠⁠⁠

- text

- text