મોરબી : સામાકાંઠે નવા ફાયરસ્ટેશન માટે સ્થળ સુચવાયું

- text


રેલવે ફાટક બહાર મોરબી સર્વે નંબર ૨૦ની જમીન ઉપર ફાયરસ્ટેશન બનાવવાની દરખાસ્ત પાલિકાના પાપે અટકી

મોરબી : નગરપાલિકાની બેદરકારીભરી નીતિને કારણે મોરબી શહેરને અદ્યતન ફાયરસ્ટેશન મળવામાં વિલંબ થઇ રહ્યો હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. કલેકટર તંત્ર દ્વારા રેલવે ફાટક બહાર ગરાસિયા બોર્ડીંગ અને હનુમાનજી મંદિરની વચ્ચે આવેલી જગ્યા પર અતિ આધુનિક ફાયરસ્ટેશન બનાવવા ઠરાવ કરવા જણાવ્યું હોવા છતાં આજ દિન સુધી ન.પા. એ ઠરાવ કર્યો નથી.
ચાર દિવસ પૂર્વે મોરબીમાં વિકરાળ આગની ઘટના બાદ ફાયરબ્રિગેડના આધુનિકરણ અને શહેરના બહારના ભાગે ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવવા સિરામિક એસોસિએશન દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે ત્યારે ફાયર સ્ટેશન મામલે પાલિકાની ઢીલી નીતિ બહાર આવી છે.
મોરબી અપડેટને જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીને નવા ફાયરસ્ટેશનનો પ્રશ્ન મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ આવી ગયો છે. આ મામલે કલેક્ટર તંત્ર દ્વારા મોરબી શહેરના સર્વે નંબર ૨૦ની મોરબી પાલિકાની માલિકીની જગ્યા કે જે ગરાસિયા બોર્ડિંગ અને હનુમાનજી મંદિર વચ્ચે આવેલ છે તે જગ્યા યોગ્ય હોવાનું જણાવી નગરપાલિકાને ઠરાવ કરવા ખુદ જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે પરંતુ તેનો અમલ આજ દિવસ સુધી કરાયો નથી. ઉલ્લેખનીય છે કે આ મોકાની અને કિંમતી જગ્યા રેલવે ફાટકની બહાર હોય અહીં ફાયરબ્રિગેડ સ્ટેશન બને તો આગની ઘટના સમયે ટ્રાફિકનો પ્રશ્ન પણ નડે તેમ ન હોવાનું જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોઈપણ કારણોસર નગરપાલિકાના સત્તાધીશો ફાયરસ્ટેશન મામલે રસ દાખવી રહ્યા ન હોવાથી આગની ઘટના સમયે ઉદ્યોગકારોને વગર વાંકે સહન કરવાનો વારો આવે છે.⁠⁠⁠

- text

- text