૯૯%થી વધુ નાગરિકોને આધારકાર્ડ આપી મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે

- text


વાંકાનેર તાલુકામાં આધારકાર્ડની ૧૦૦ ટકા કામગીરી

મોરબી : કેન્દ્ર સરકારની યુઆઇડી એટલે કે, યુનિક આઇડેન્ટિટી નંબર – આધારકાર્ડ આપવાની કામગીરીમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાએ ગઈકાલે બપોર સુધી માં ૧૦૦% કામગીરી કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરી મોરબી જિલ્લાનું નામ સમગ્ર રાજ્યમાં અવ્વલ દરજ્જે પહોચાડ્યું છે.
જિલ્લા કલેકટર કચેરીના જનરલ બ્રાન્ચના શ્રી એચ.બી. સતાણીએ આધારકાર્ડની જિલ્લાની કામગીરી અંગે જણાવ્યું હતું કે મોરબી શહેર જિલ્લામાં આધારકાર્ડની ૯૯ ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને જિલ્લાના પાંચેય તાલુકામા આધારકાર્ડને લગતી કામગીરી સમગ્ર રાજ્યમાં મોખરે રહી છે. વધુમાં ગઈકાલે બપોર સુધીમાં વાંકાનેર તાલુકામાં વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ નોંધાયેલા ૨૧૯૦૮૩ નાગરિકો પૈકી ફક્ત ૪૯ નાગરિકોને જ આધારકાર્ડ આપવાના બાકી હતા અને સાંજ સુધીમાં બાકી રહેતા ૪૯ નાગરિકોને પણ આધારકાર્ડ આપવાની કામગીરી પૂર્ણ થતા વાંકાનેર તાલુકાએ યુઆઇડી પ્રોજેક્ટમાં ૧૦૦ ટકા સફળતા હાંસલ કરી છે.
મોરબી જિલ્લામાં માળીયા અને હળવદ તાલુકામાં લક્ષ્યાંક કરતા પણ વધુ કામગીરી થઇ છે અને ટંકારા તથા વાંકાનેરમાં અધિકારીઓની જાગૃતતાને કારણે નાગરિકોને આધારકાર્ડથી ૧૦૦ ટકા જોડી દેવાયા છે ફક્ત મોરબી શહેરમા જ આધારકાર્ડની કામગીરીમાં આઠથી નવ હજાર નાગરિકો બાકી રહેતા હોવાથી સેવાસેતુ અંતર્ગત નાગરિકોને ઝડપથી આધારકાર્ડ મળે તેવા પ્રયાસો ચાલુ હોવાનું તેમને ઉમેર્યું હતું. વધુમાં આધારકાર્ડની કામગીરીમાં મોરબી જિલ્લામા નોંધાયેલા કુલ ૯.૮૫,૦૬૯ નાગરિકો પૈકી ૯.૮૩.૯૭૩ નાગરિકોને ૩૧ મે સુધીમાં આધારકાર્ડથી જોડી દેવાયા છે અને જિલ્લામાં કુલ ૯૯.૮૯ ટકા નાગરિકો આધારકાર્ડથી જોડાય ગયા હોવાનું અંતમાં જાણવા મળ્યું છે.

- text

- text