મોરબી : જિલ્લાનાં ચાર નાયબ મામલતદારોને ટૂંક સમયમાં પ્રમોશન

- text


રાજ્ય સરકારે નાયબ મામલતદાર તાવીયાડ, સતાણી, થદોડા, અને હડીયલના ખાનગી અહેવાલ મંગાવ્યા

મોરબી : રાજ્ય સરકાર દ્વારા આગામી માસમાં મામલતદારોને પ્રમોશન આપવાની તૈયારી થઈ ચૂકી છે. પ્રમોશનના આ લિસ્ટમાં મોરબી જિલ્લાના ચાર નાયબ મામલતદારનો સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અપડેટને સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા કાનૂની વિવાદનો અંત આવતા હવે નાયબ મામલતદારને મામલતદારના પ્રમોશન આપવા પ્રક્રિયા હાથ પર લીધી છે. જે અંતર્ગત રાજ્યના કુલ ૨૮૫૯ નાયબ મામલતદારો મામલતદાર તરીકે બઢતી મેળવશે.
વધુમાં પ્રમોશનના આ લિસ્ટમાં મોરબી જિલ્લામાંથી ના.મામલતદાર એલ.જે. તાવીયાડ, એચ.બી. સતાણી, કે. જી.થદોડા અને સી.ટી. હડીયલનો સમાવેશ થયો હોવાનું કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આગામી જુલાઈ માસના અંત સુધીમાં ઉપરોક્ત તમામને મામલતદાર તરીકે પ્રમોશન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાનગી અહેવાલ મંગાવવામાં આવ્યા છે.

- text

- text