મોરબી : સાજન મારી લાખોમાં એક : ફિલ્મને દર્શકોનો જબ્બર પ્રતિસાદ

- text


સમાજમાં જાગૃતી લાવતી પારિવારિક ફિલ્મ સાજન મારી લાખોમાં એક મોરબી જિલ્લામાં સુપરડુપર હીટ સાબિત થઈ : મોરબીના નિર્માતાનું સમાજને નવી દિશા બતાવવાનાં ઉત્તમ પ્રયાસને લોકોએ બિરદાવ્યો

મોરબી : હાલમાં જ રીલીઝ થયેલી “સાજન મારી લાખોમાં એક” ગુજરાતી ફિલ્મ મોરબીના નિર્માતા દ્વારા ગુજરાત સરકારના મિશનને સફળ બનાવવાનો એક ઉમદા પ્રયત્ન છે. આપણા સમાજમાં પ્રવર્તતા કુરીવાજો સ્ત્રી ભ્રુણ હત્યાને અટકાવવા અને બેટી પઢાવો, બેટી બચાવોના ઉચ્ચ વિચારને સમાજમાં ફેલાવો કરવા માટે મોરબીના નિર્માતા ગૌતમ સોલંકી અને નાનજી ચાવડાએ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ બનાવી છે. જેને મોરબી જિલ્લાનાં લોકોએ બિરદાવ્યો છે.
સાજન મારી લાખોમાં એક ફિલ્મની વાર્તા એક તવંગર પિતાની પુત્રીને ગરીબ ઘરના છોકરા સાથે પ્રેમ થઇ જાય છે. બંને સાથે જીવવા મારવાના વચનો આપી દીધા હોય છે. પરંતુ જ્યારે તવંગર અભિમાની પિતાને આ વાતની જાણ થાય છે ત્યારે તે ગરીબ ઘરના દીકરાને તેના જેટલા પૈસા કમાવવા અને નામ બનાવવાનું કહે છે તો જ પોતાની દિકરીને તેની સાથે લગ્ન કરાવશે તેવી શરત રાખે છે. ગરીબ ઘરનો છોકરો અશક્ય એવા કામને પોતાની જાન જોખમમાં મુકીને તેની પ્રેમિકા માટે પુરા પ્રયત્નો કરે છે. અંતમાં આ ગરીબ છોકરાને તેની પ્રેમિકા મળે છે કે નહિ? તે માટે તો પૂરી ફિલ્મ નિહાળવી પડશે.
સમાજમાં જાગૃતી લાવતી પારિવારિક ફિલ્મ સાજન મારી લાખોમાં એક મોરબી જિલ્લામાં સુપરડુપર હીટ સાબિત થઈ પ્રથમ દિવસે ફિલ્મનો શૉ હોઉસફુલ ગયો હતો. આ ફિલ્મમાં હાસ્યની ભૂમિકામાં જીતુ પંડ્યા અને યુગલ હીરો હિરોઈનની જોડી રીના સોની અને રાજદીપ બારોટ તેમજ નેગેટીવ ભૂમિકામાં ભીષ્મપિતામહ કહેવાતા દેવેન્દ્ર પંડિત અને જાગૃતિ ગૌસ્વામીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. અને જૈમીની ત્રિવેદી, મનોજ રાવ, ઝીબ્રીલ પરમાર, આરતી ઠક્કર, પૂજા પટેલ, દિનેશ પરમાર સહિતના તમામ કલાકારોએ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય કર્યો છે. આ ફિલ્માનાં ગીતો પણ બોલિવુડના ગીતો ભુલાવે તેવા નયનરમ્ય દ્રશ્યો સાથે કંડારેલા છે જે ફિલ્મને જોવા માટે મજબુર કરે છે. સાથે આ ફિલ્મ સમાજના કુરીવાજોને અટકાવવાના હેતુથી સંપૂર્ણ પારિવારિક મસાલા ફિલ્મ છે. તેથી સૌ પરિવાર સાથે ફિલ્મ નિહાળવા માટે જાહેરજનતાને નિર્માતા ગૌતમ સોલંકી અને નાનજી ચાવડા દ્વારા અનુરોધ કરાયો છે.⁠⁠⁠⁠

- text

- text