ચરાડવા : ધરતી ફાર્મહાઉસમાં જુગારધામ પકડાયું

- text


હળવદ : તા. ૧૫ જૂનનાં રોજ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીનાં આધારે એલ સી બી મોરબી પેરોલ ફર્લો સ્કોડ સાથે કાર્યવાહી કરતાં મળેલી માહિતી મુજબ વાલમજી પટેલ રહે. ચરાડવા તેના ગામની સીમ સમલી રોડ પર આવેલા ધરતી ફાર્મ હાઉસમાં બહારથી માણસો ભેગા કરી ગેરકાયદેસર સાધનસામગ્રી પૂરા પાડી જુગાર રમાડવાનો ધંધો કરતો હોય પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફે દરોડો પાડી વાલમજી પટેલ, રાજેશ ઉર્ફે રાજુભાઇ સોલંકી દિનેશ સેતા, હિરલલ મખેચાં, મનજી કલારિયા અને દિનેશ જરોડિયાને ધરતી ફાર્મહાઉસમાં ૭૫૧૦૦ રૂપિયાની રોકડ રકમ સાથે જુગાર રમવાના સાધનો સાથે પકડી પાડી પોલીસ હેડ કોન્સટેબલ રાજેન્દ્રભાઈ ટાપરિયા એ ફરિયાદી બની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text