મોરબી : પ્રેરણાનું ઝરણુ સમાં સેરેબ્રલપાલ્સિગ્રસ્ત જીગર ઠક્કર ની અનોખી સિદ્ધિ

- text


સ્વિમિંગની આંતરરાષ્ટ્રીય વર્લ્ડ પેરા સ્વિમિંગ 2017-બર્લિન માં ભારત તરફથી ભાગ લેશે આ ખાસ ખેલાડી

જીગર ઠક્કરે અશક્યને શક્ય કરી બતાવ્યુ…… આંતરરાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ભાગ લેવાની ખ્વાહિશ પૂર્ણ કરશે.

– એક સમયે ચાલી ન શકનાર જીગર ઠક્કર વર્લ્ડ પેરા સ્વિમિંગ 2017-બર્લિન માં ભારત તરફથી ભાગ લેશે.
– રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ 30થી વધુ મેડલ જીતેલા જીગર ઠક્કરે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જવાનું સપનું મોરબીના ફિઝીયોફિટ ફિઝીયોથેરાપી સેન્ટરના એક્સપર્ટ ફિઝીયોથેરાપીસ્ટની સારવારથી શક્ય બન્યું.
– મોરબી ફિઝીયોફિટ ના ડૉ.ભાવિન ચંદે અને ડૉ. અમિત વાઘેલા ના ફિઝીયોથેરાપી અને સ્પોર્ટસ સ્પેસિફિક ફિટનેસ ટ્રેનીંગ અને સ્વિમિંગ કોચ બંકિમ જોશી સર ના માર્ગદર્શન હેઠળ જીગર ઠક્કર ભારતમાંથી જર્મની સ્વિમિંગ સ્પર્ધામાં જતાં 20 વિકલાંગ બાળકોમાના એક.
– એક સમયે ફિઝીયોથેરાપીમાં સારવાર માટે શરૂ થયેલી સ્વિમિંગ થેરાપી જીગર માટે પ્રેરણા સ્રોત અને અંતે શોખ બની.
– જીગર તથા તેના માતા-પિતાની આ સિદ્ધિ ઘણા તંદુરસ્ત તથા શારીરિક તકલીફ ધરાવતા બાળકો અને વાલીઓ માટે પ્રેરણા દાયક.

મોરબી : સ્વિમિંગ શિખવું સામાન્ય તંદુરસ્ત લોકો માટે પણ અઘરું છે,ને જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે પેરેલાઇઝ હોય ને જો રાજ્ય તથા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ ની સ્પર્ધામાં ભાગ લેવો હોય તો ? બસ આજ રાજકોટના સેરેબ્રલપાલ્સિગ્રસ્ત જીગર ઠક્કરે કરી બતાવ્યુ .પોતાના અથાક પ્રયત્નો તેના માતા પિતા , કોચ તથા ફિઝીયોફિટ મોરબીના ફિઝીયોથેરાપીસ્ટ ડોક્ટર ની ટિમ દ્વારા સતત 2 વર્ષ ના માર્ગદર્શન અને સહકારથી વર્લ્ડ પેરાસ્વિમિંગ બર્લિન- 2017 ની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જીગર ઠક્કર ભારત તરફ થી ભાગ લેશે.
જીગર ના માતા-પિતા હીનાબેન તથા જયેશભાઇ ના કહેવા પ્રમાણે એક સમયે સેરેબ્રલપાલ્સિના કારણે જીગર હલન-ચલન કરી શકતો નહીં. ડોક્ટરના કહેવા પ્રમાણે સારવાર રૂપે ફિઝીયોથેરાપી સારવાર ચાલુ કરાવી. એ સારવાર ની સાથે સ્વિમિંગ દ્વારા કસરત નું સૂચવવામાં આવ્યું. આજથી 11 વર્ષ પહેલા કસરત માટે ચાલુ કરેલ સ્વિમિંગ , જીગર માટે પ્રેરણા સ્ત્રોત બની ને એજ સારવારને પોતાનો શોખ અને લક્ષ્ય બનાવ્યું. આજે સમગ્ર ભારત વતી આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું કૌશલ્ય બતાવવાની અનેરી તક મળી.
આજથી 3 વર્ષ પહેલા જીગરની ખ્વાહિશ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાની તથા દેશનું નામ રોશન કરવાની હતી. આગળ વધવા તથા એ લેવલ સુધી પહોચવા તેણે પોતાના સ્વિમિંગ ટાઈમ સુધારવા કોચ બંકિમ જોશી સર સાથે ચર્ચા કરતાં કોચે મહેનત ની સાથે સ્માર્ટ વર્ક તથા એડ્વાન્સ સ્વિમિંગ ટ્રેનિંગ માટે સૂચન કરેલું. એ ટ્રેનિંગ માટે બંકિમ સરે મોરબીમાં આવેલું ખુબજ આધુનિક સુવિધા ધરાવતું ફિઝીયોથેરાપી તથા ફિટનેશ સેન્ટર ‘’ફિઝીયોફિટ’’ માં ડો. ભાવિન ચંદે અને ડો. અમિત વાઘેલાનો સંપર્ક કર્યો .મોરબી ખાતે ‘’ફિઝીયોફિટ’’ સેન્ટર માં જીગર ના શારીરિક તપાસ તથા સ્વિમિંગ નું વિડીયો એનાલિસિસ દ્વારા સચોટ નિદાન કરવામાં આવ્યું ત્યાર બાદ 21 દિવસ ની સળંગ ફિઝીયોથેરાપી તથા સ્પોર્ટસ સ્પેસિફિક ટ્રેનિંગ આપવામાં આવી. આ બધી સારવારથી જીગર ના તરવાના સમય માં તથા ફિટનેસ લેવલ માં ઘણો સુધારો થયો. એજ ટ્રેનિંગ રાજકોટ ખાતે સમીર સર ના માર્ગદર્શન હેઠળ ચાલુ રાખવામાં આવી . આમ એક ટિમ વર્ક થકી જીગરના પરફોરમન્સમાં દિવસે ને દિવસે સુધારો થતો થયો.આમ બધાના પ્રયત્નો સાથ-સહકાર અને જીગર ની મહેનત થકી જીગર ની ખ્વાહિશ પૂર્ણ કરવા 2 જુલાઇ 2017 ના બર્લિન આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેવા જઇ રહ્યો છે.
રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ 30 થી વધુ મેડલ જીતેલા જીગરનું હવે પછીનું સ્વપ્ન 2018 માં પેરા એશિયન ગેમ્સ અને 2020 માં પેરા ઓલમ્પિક માં ભારત તરફ થી ભાગ લેવાનું અને એ સ્વપ્ન ચોકસ પૂરું થાય તેવો વિશ્વાસ છે.
જીગર ની આ સિદ્ધિ ઘણા તંદુરસ્ત તથા શારીરિક તકલીફ ધરાવતા બાળકો અને વાલીઓ માટે ખુબજ પ્રેરણા દાયક છે. બસ જરૂર છે આવા બાળકોને વાલીઓ તથા એક્સપર્ટ દ્વારા પ્રોત્સાહન આપવાની.

- text