મોરબી : સિંચાઈ વિહોણા ખેડૂતોની રેલી નીકળી : અંદોલન ઉગ્ર બનશે?

- text


મોરબી : આજ રોજ મોરબી માળિયા તાલુકાનાં સિંચાઈ વિહોણા ગામોનાં ખેડૂતો દ્વારા સૌની યોજનામાંથી સિંચાઈનું પાણી આપવાની માંગ સાથે રેલી નિકળી છે. જેમાં માળિયા મિયાણાના ૪૦ ગામના હજારો ખેડૂતો રેલીમાં ટ્રેક્ટરો, ઢોલ, ત્રાંસા અને ખેતીના ઓજારો સાથે જોડાયા હતા. માળીયાના ૪૦ ગામો સિંચાઈના પાણીથી વંચિત હોય કેનાલ લંબાવી ખેડૂતોને પાણી આપવા માંગ સાથે હ્યુમન રાઈટ એસોસિએસનના નેજા નીચે પીપળીયા ચોકડીથી ખેડૂતની રેલીનો પ્રારંભ સવારે ૯ વાગ્યે કરવામાં આવ્યો છે. ગામડા ગામમાં ફરતાફરતા આ રેલી મોરબી કલેક્ટર કચેરીએ પહોંચશે. જ્યાં ખેડૂતો કલેકટરને આવેદન સાથે પોતાનો મિજાજ બતાવશે. ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા આ આંદોલન ઉગ્ર થવાની શકયતા છે.⁠⁠⁠⁠

- text

- text