મોરબી આવતો રૂ. ૯.૩૬ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

- text


મેટાડોરમાંથી સુતરનાં દોરાના પેકિંગ નીચે દારૂની કુલ મળી ૩૧૨૦ બોટલો મળી આવી : રફાળેશ્વર પાસે LCBએ વોચ ગોઠવી દારૂ ઝડપી લીધો

મોરબી : એલસીબી પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે પો. હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ કલોતરા અને સ્ટાફએ રફાળેશ્વર પાસે વિદેશી દારૂ ભરી મોરબી આવી રહેલા કથ્થઈ કલરનાં આઈસર ટેમ્પો ન. એચઆર ૩૯ ડી ૭૨૮૨ને ઝડપી સુતરનાં દોરાના પેકિંગ નીચે દારૂની કુલ મળી ૩૧૨૦ બોટલો સાથે રૂ. ૯.૩૬.૦૦૦નો ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
મોરબી વાંકાનેર હાઈવે રોડ રોડ પર રફાળેશ્વર મંદિર પાસેથી નીકળતા શંકાસ્પદ ટેમ્પોને રોકી એલસીબીના બી આર પરમાર સાહેબ, ઈશ્વરભાઈ કલોતરા, રાજેન્દ્રદાન ટાપરિયા, કૌશિકભાઈ મારવાણીયા, રણજીતભાઈ બાવડા, અશોભાઈ દેત્રોજા, રજનીકાંતભાઈ કૈલા. પોલાભાઈ ખાંભરા, અશોકસિંહ ચુડાસમા, સંજયભાઈ મૈયડ, સુરેશભાઈ હુંબલ, ભરતભાઈ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલા, જસવંતસિંહ ગોહિલ અને ચન્દ્રકાંતભાઈ વામજાએ પૂછપછર અને ચેકિંગ કરતા ડ્રાઈવરે પોતાનું નામ મહેન્દ્રસીંગ બિશ્રોઈ ઉ.વર્ષ ૩૦ અને રહેવાસી હરિયાળા જણાવ્યું હતું. દરમિયાન ટેમ્પામાં સુતરના દોરાનાં બોક્સ નીચે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. જેમાં ઈંગ્લીશ દારૂની કુલ મળી ૩૧૨૦ બોટલો સાથે રૂ. ૯.૩૬.૦૦૦નો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધી વિક્રમસિંહ બોરણા અને પોલ.હેડ.કોન્સ્ટ એલસીબીએ આ દારૂ ક્યાં સપ્લાય થવાનો અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો તે માહિતી મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

- text