મોરબી સિરામિક ઉધોગકારો સાંસદ કુંડારીયાને સોમવારે જીએસટી મામલે રજુઆત કરશે

- text


રવિવારે કેન્દ્ર સરકારે જાહેર કરેલા gst ઘટાડાના લિસ્ટમાં સિરામિકનો સમાવેશ ના કરાતા મોરબીના ઉદ્યોગકારો નારાજ

- text

મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગ સિરામીક પ્રોડક્ટ પર લાગુ કરાયેલ 28 ટકા gst ઘટાડવા ગુજરાતથી લઇ છેક દિલ્લી સુધી રજૂઆતો કરી છે. તેવામાં આજે કેન્દ્ર સરકાર અમુક આઇટમોમાં gst ઘટાડવાની જાહેરાત કરવાની હોવાથી મોરબીના સિરામિક ઉધોગકારોમાં આશા જાગી હતી કે તમની રજૂઆતને ધ્યાને લઇ ને સરકાર સિરામિક પ્રોડકટ પર gst ઘટાડશે પણ આજે સરકારે જાહેર કરેલા gst ઘટાડાની યાદીમાં સિરામીક પ્રોડકટ નો સમાવેશ ના થતા અને સિરામીક પર gstના દર યથાવત રાખતા મોરબીના સીરામીક એસોસિયેશન અને ઉદ્યોગકારો નારાજ થયા છે. અને આ બાબતે સોમવારે સવારે સાંસદ મોહન કુંડારીયાને તેમના નવા બસસ્ટેન્ડ ખાતેના કાર્યાલયે રૂબરૂ મલી રજુઆત કરશે અને સીરામીક ઉદ્યોગકારો માટે આ છેલ્લી તક છે. જો આપણે રજુઆત કરી ને ઉકેલ નહી લાવી તે કાયમી માટે આપણે ૨૮% માં રહીશુ તો તમામ ઉદ્યોગકારો ને મોટી સંખ્યા માં જોડાયા તેવું મોરબી સીરામીક એસોસિયેશનની યાદીમાં જણાવાયું છે.morbi-st-ceramik-

- text