મોરબી : વિજય મુહૂર્તમાં પાલિકાનો ચાર્જ સંભાળતા પ્રમુખ-ઉપપ્રમુખ

- text


મોરબીને સ્વચ્છ બનવાની નેમ સાથે પાલિકામાં મારુતિ હવન કરાયો

મોરબી : નગરપાલિકામાં ૩૫ સભ્યોના ટેકાથી ચૂંટાય આવેલા ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખે આજે પાલિકામાં મારુતિ હવનનું ધાર્મિક કાર્ય સંપન્ન કરી વિજય મુહર્તમાં ચાર્જ સાંભળ્યો હતો. મોરબી નગરપાલિકામાં ૮ જૂને યોજાયેલી સાધારણ સભામાં ભાજપના વોર્ડ નંબર ૧૩ના કાઉન્સિલર ગીતાબેન કણજારીયા પ્રમુખપદે અને ભરતભાઈ જારીયા ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા બાદ આજે મોરબી નગરપાલિકા ખાતે શનિવારના શુભ દિવસે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનની સાથે પાલિકા કચેરીમાં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટી બાદમાં વિજય મુહૂર્તમાં ગીતાબેન કણજારીયા તથા ભરતભાઇ જારીયાએ પોતાનો ચાર્જ સંભાળતા સ્વચ્છ મોરબીના સૂત્ર સાથે નગરપાલિકાના તમામ કર્મચારીઓને પ્રજાહિતમાં કામે લાગી જવા જરૂરી સૂચનાઓ આપી હતી.⁠⁠⁠⁠ આ તકે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ ઝરીયા સહિતના આગેવાનો તેમજ ભાજપના સદસ્યોએ ખાસ હાજરી આપી હતી.

- text