મોરબી : શનિદેવના મંદિરોમાં વિશેષ પૂજનઅર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

- text


મોરબી : દર શનિવારે હનુમાનજી મહારાજ અને શનિદેવની પૂજા અર્ચના કરીએ છીએ. જેમાં હનુમાનજી મહારાજની પૂજા કલ્યાણકારી તેમજ શનિની કોપ દ્રષ્ટિથી બચાવનારી છે. ત્યારે શનિ જયંતિ પર્વ વિશેષરૂપથી શનિદેવનું પૂજન કરવાનું અનેરું મહત્વ છે. કેમ કે શનિદેવ ન્યાય અને મૃત્યુના દેવતા છે. આજે તા.૨૫ મે ગુરૂવારના રોજ શનિજયંતિ પર્વ છે ત્યારે મોરબીમાં આવેલા શનિદેવના ત્રણ મંદિરોમાં આજે વિશેષ પૂજા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પરષોત્તમ ચોક, કાલિકા પ્લોટમાં શનિદેવનું મંદિર છે. તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ અને નવલખી રોડ પર ત્રિલોકધામ પાસે શનિદેવના મંદિર છે. જ્યાં કાલે શનિ જ્યંતિની ઉજવણી કરવા વિશેષ આયોજનો કરાયા છે. જેમાં તમામ મોરબીના શનિદેવ મંદિરોમાં આજ સવારથી હવન સહિત વિશેષ પૂજનઅર્ચનના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અને શ્રદ્ધાળુઓ દ્વારા શનિદેવની પૂજા કરી તેમના દર્શન કરી રહ્યા છે. જયારે આજે પરસોતમ ચોકમાં શનિદેવ મંદિરે રાત્રે 9.00 વાગ્યે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.

- text