મોરબી : પોલીસ અને પ્રેસ વચ્ચે ક્રિકેટ યુદ્ધ : પ્રેસનો વિજય

- text


મોરબી તાલુકા પોલીસ અને હળવદ પોલીસ સામે ફ્રેન્ડલી મેચમાં પ્રેસ ઇલેવન જીતી

મોરબી : મોરબી નજીક વિરપર પાસે જય વડવાળા યુવા સંગઠન દ્વારા રમાઈ રહેલી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બુધવારની રાત્રીના પોલીસ અને પ્રેસની ટિમ વચ્ચે ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોપજન કરવામાં આવ્યું હતું. પત્રકારો અને પોલીસ બંને 24 કલાકની ડ્યુટી બજાવતા હોય છે. ત્યારે તેમની દોડધામભરી લાઈફ ક્રિકેટના માધ્ય્મથી મનોરંજન મળી રહે તેમજ હંમેશા સમાચારોની બાબતમાં આમને સામને રહેતા પોલીસ અને પત્રકારો વચ્ચે સુમેળતાનો સેતુ બંધાય તેવા હેતુ થી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઈ કાલે રાત્રે પોલીસ અને પ્રેસ વચ્ચે 2 મેચ રમાય હતા. જેમાં બંને મેચોમાં મોરબી પ્રેસ ટીમે ઝળહળતો વિજય મેળવ્યો હતો. પ્રથમ મેચ મોરબી તાલુકા પોલીસની ટિમ સામે હતો જેમાં તાલુકાની ટીમે 82 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે પ્રેસ ટીમે આસાનીથી પૂરો કર્યો હતો. જયારે બીજો મેચ હળવદ પોલીસની ટિમ સાથે યોજાયો હતો હતો જેમાં પ્રેસ ટિમે 112 રન નો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ હળવદ પોલીસ આ ટાર્ગેટ પૂરો ના કરી સકતા બંને મેચમાં પ્રેસની ટીમનો વિજય થયો હતો. જોકે આ ફ્રેન્ડલી મેચ હાર જીત માટે નહિ પણ મનોરંજનના હેતુ થી રમાયો હોય હાજર લોકોએ પોલીસ અને પ્રેસના મિત્રોની ક્રિકેટ રમતને ભરપૂર માણી હતી.પ્રેસ ટીમમાં રાજેશ આંબલીયા (TV 9), નિલેશ પટેલ (સંદેશ ન્યુઝ ચેનલ), હરનિશ જોશી (VTV ), મિલન નાનક (GTPL ન્યુઝ), રવિ સાણંદીયા (GS tv), રવિ મોટવાણી (ETV) સહીતના પત્રકારોએ ભાગ લીધો હતો. આ મેચ દરમ્યાન તાલુકા પીએસઆઇ ગઢવી સહીતના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

- text