અભિનેત્રી રીમા લાગૂનું હ્રદયરોગના હુમલાથી નિધન થતાં મોરબી અપડેટ તરફથી શ્રદ્ધાંજલિ

બોલિવૂડના જાણીતા સ્ટાર અભિનેત્રી રીમા લાગૂનું હ્રદયરોગનાં હુમલાના કારણે નિધન થયું છે.
હ્રદયરોગના હુમલાના પગલે રીમા લાગૂનું 59 વર્ષની વયે અવસાન થયું છે. રીમા લાગૂએ રાત્રે 3.15 મિનીટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમશ્વાસ શ્વાસ લીધા હતા.
રીમા લાગૂએ ‘આશિકી’, ‘મેને પ્યાર કીયા’, ‘વાસ્તવ’, ‘કૂછ કૂછ હોતા હૈ’, ‘હમ આપકે હૈ કૌન’, ‘હમ સાથ સાથ હૈ’, ‘સાજન’ જેવી ઘણી સુપરડુપર હિત ફિલ્મ્સમાં માતાનો રોલ નિભાવી ચૂક્યા છે. ઈ.સ. ૧૯૫૮માં જન્મેલા રીમા લાગૂએ અનેક બોલિવુડ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ટીવી સિરિયલ્સમાં પણ રીમા લાગૂએ કામ કર્યા સિવાય મરાઠી ફિલ્મોમાં પણ રીમા લાગૂનું મોટુ નામ હતું. ટીવી સિરિયલ ‘નામકરણ’માં રીમા કામ કરી રહ્યા હતા. એ સમયે અચાનક તેમના નિધનથી મોરબી જિલ્લાના ફિલ્મ અને ટીવી જગતના કલા રસિકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.