મોરબી જિલ્લા પોલીસ પરિવારનું ગૌરવ વધારતો હેડ કોંસ્ટેબલ પુત્ર

મોરબી સીટીનાં બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોંસ્ટેબલની ફરજ બજાવતા વિનોદભાઈ વસરામભાઈ ચીકાણી (પટેલ)નાં સુપુત્ર ચિ. બ્રિજેશકુમારએ ધોરણ ૧૨ સાઈન્સની પરિક્ષામાં બી ગ્રુપમાં ૯૯.૫૨% પી.આર સાથે ઉત્તરણીય થઈ સમગ્ર ચીકાણી પરિવાર તથા મોરબી જિલ્લા પોલીસને ગૌરવ અપાવ્યું છે. મોરબી અપડેટ તરફથી ચિ. બ્રિજેશકુમારને શુભેચ્છાઓ સાથે ચીકાણી પરિવાર અને મોરબી જિલ્લા પોલીસને અભિનંદન.