મોરબીમાં નવા રસ્તા તૂટવા મામલે કોંગી અગ્રણી એ પાલિકાના સત્તાધીશો પર લગાવ્યો ભષ્ટ્રાચાર આરોપ

- text


 

બે માસ માં નવા રસ્તા તૂટી જવાની ગુણવતા નિયમન ઓથોરિટી મારફત તાપસ કરાવવા માંગ
મોરબી નગરપાલિકા સત્તાની સાઠ મારી માં રાજકીય સખોડો બની ગઈ છે. ત્યારે શહેર માં બે માસ નવા બનાવેલા રસ્તા તૂટવા મામલે કોંગી અગ્રણી એ સુધરાઇ પર ગંભીર આક્ષેપો કરી આ બાબતની ગુણવતા નિયમન અથોરીટી પાસે તપાસ કરવાની નગરપાલિકા નિયામક રજુઆત કરી છે
મોરબી ના કોંગી અગ્રણી રમેશભાઈ રબારી એ નગરપાલિકા નિયામક ને રજુઆત કરી હતી કે ,મોરબી માં ભાજપ ના સમર્થન થી વિકાસ સમિતિ પાલિકા નો વહીવટ ચલાવે છે. જેમાં છાસવારે અનેક મુશ્કેલીઓ સાથે વહીવટ માં ગેરરીત હોવાનો આક્ષેપ કર્યો છે. મોરબી માં ત્રણેક માસ દરમ્યાન અનેક રસ્તાઓ સી.સી તેમજ પેવર થી બનવાયેલા છે. જેમાં વાઘપરા મેઈન રોડ ,સાવસર પ્લોટ ,સાયન્ટિફિક રોડ જેવા રોડ નવા બનાવ્યા છે. જેમાં જે તે એજન્સી ઓ એ ટેન્ડર મુજબ મટીરીયલ નો ઉપયોગ કર્યો નથી અને સિમેન્ટ ,પાણી ,કોકરેટ વગેરે કામના બેદરકારી દાખવી છે.આ કામો પર ઇન્સ્પેકશન પણ થયું નથી સુધરાઈના સત્તાધિશો તથા ઈજનેર ની મુખ્ય જવાબદારો હોવા છતાં નબળું કામ થવાથી થોડા સમય માં નવા બનેલા રોડ રસ્તા તૂટી ગયા છે. આ કામો માં જવાબદારો એ ભષ્ટ્રાચાર કર્યાનો પણ ગંભીર આરોપ કર્યો હતો. જે તે એજન્સી દ્વારા 30 ટકા ભષ્ટ્રાચાર ના નાણાં ચૂકવાયા છે. રોડના કામો નબળા થવા થી થોડા સમય માં રોડ પર ભષ્ટ્રાચાર ના પોપડા ઉખડતા પ્રજા ના ભાગે ફરી યાતના નો સામનો કરવો પડે તેવી નોબત આવી છે. શહેર ના રોડ રસ્તા બનાવવાનું કામ વર્ષો પછી થયું છે પરંતુ કમનસીબે પ્રજા ને સારા રોડ રસ્તા નો લાભ મળ્યો નથી. રોડ રસ્તા ના નબળા કામોમાં સંબંધિત જવાબદાર દોષિત હોય તેમની સામે આ બાબત ની ગુણવતા નિયમન ઓથોરિટી મારફત તપાસ કરાવી ને ધોરણ સરના પગલાં લેવાની માંગ કરી છે

- text