મોરબી : કાલિકા પ્લોટમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

મોરબી : મુસ્લીમ યુવા સમિતી દ્વારા કાલિકા પ્લોટમાં બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ કેમ્પ મુર્હમ મુસ્તાક મીરની યાદમાં યોજવા માં આવ્યો હતો. જેમા મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ. બપોર સુધી માં કેમ્પમાં કુલ 111 બોટલ બ્લડ એકત્ર થયું હતું. આ કેમ્પ માં એકત્રિત કરાયેલ બ્લડ મોરબીની સરકારી હૉસ્પિટલની બ્લડ બૅન્કમાં અને રાજકોટની લાઈફ બ્લડ બેંકમાં આપવામાં આવ્યું હતું.