સરદાર બાગ સામે ભરાતી શાક માર્કેટમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા

- text


મોરબી : મોરબીમાં હાલ કોરોના મહામારી એટલે હદે વિકરાળ બની ગઈ છે કે જરાય ગફલત પરવડે તેમ નથી. તેમાંય કોરોનાથી બચવા માટે સોશ્યલ ડિસ્ટન્સનું સખ્તાઈથી પાલન કરવું ખૂબ જ હિતાવહ છે. પણ મોરબીમાં સોશ્યલ ડિસ્ટન્સના કકડાઈ ભર્યા પાલનની તંત્રને પડી જ ન હોય તેમ મોરબીના સરદાર બાગ સામે ગ્રાઉન્ડમાં ભરાતી શાક માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા થતા હોવાની ગંભીર બાબત સામે આવી છે.

મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં ખુલ્લામાં વહેલી સવારે શાક માર્કેટ ભરાતી હતી. ખાસ કરીને ગામડાના બકાલીઓ વહેલી સવારે આવીને મોડે સુધી શાકભાજીનો ધંધો કરતા હતા. પણ લોકડાઉન સમયે ભીડનું જોખમ ટાળવા આ શાક માર્કેટ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સ્થળાંતર કર્યા બાદ હવે આ શાક માર્કેટને સરદાર બાગ સામે ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં શિફ્ટ કરવામાં આવી છે. પણ શાક માર્કેટમાં વહેલી સવારે મેળા જેવી ભીડ ઉમટી પડતા સોશ્યલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ થાય છે. શાકભાજી લેવા આવતા ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યું હોતું નથી.

- text

આ શાક માર્કેટમાં લોકોની મેળા જેવી ભીડ જોતા એવું લાગે છે કે હવે કોરોના સાવ ભુલાઈ ગયો છે. જો કે કોરોનાની વકરતી મહામારી વચ્ચે આ ભીડનું જોખમ ભારે પડી શકે એમ છે. એક નરી વાસ્તવિકતા એ છે કે લોકડાઉન સમયે તંત્રએ તમામ નિયમોનું સખ્તાઈભર્યું પાલન કરાવ્યું હતું. પણ હવે કોરોના વધુ જોખમી બની ગયો ત્યારે તંત્ર “ખામોશ'” થઈ ગયું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text