ટંકારામાં ધોધમાર વરસાદ : મોરબીમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા

મોરબી : વાવાઝોડાની અસરને પગલે આજે ટંકારામાં મેઘરાજા ધોધમાર વર્ષી પડ્યા છે. ટંકારા નગરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના વાવડ મળી રહ્યા છે. વરસાદના કારણે પાણી પણ વહેતા થયા છે. બીજી તરફ મોરબીમાં પણ સાંજના સમયે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવા કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે.