મોરબી-માળીયા હાઇવે પર ગાળા ગામ પાસે રોડ નીચે રીક્ષા ઉતરી જતા 8 ઘાયલ

- text


મોરબી : મોરબી-માળીયા હાઇવે પર ગાળા ગામ નજીક એક રીક્ષા અચાનક રોડ હેઠળ ઉતરી જતા પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતગ્રસ્ત થયેલી રિક્ષામાં મુસાફરી કરતા 8 લોકો ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

- text

મોરબીના વીશીપરામાં રહેતા 8 લોકો માળીયા મી.થી રિક્ષામાં પરત મોરબી આવી રહ્યા હતા ત્યારે ગાળા (દાદા શ્રીનગર) ગામ નજીક સામેથી આવતા વાહનથી બચવા માટેના પ્રયાસમાં રીક્ષા આગળ ઉભેલી પંચરગ્રસ્ત ટ્રાવેરા કાર સાથે અથડાઈને રોડ સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી. આ બનાવમાં શકીનાબેન બાવાભાઈ મોવર, હનિફાબેન ઈકબકભાઈ જામ, જેનમબેન ઇબ્રાહીમભાઇ મોવર, મુરાદ મહેબૂબ બાવરીયા, ગુલશનબેન અબ્બ્દુલભાઈ મોવર, રશીદાબેન સલીમભાઇ મોવર અને અબ્દુલભાઇ બાવાભાઈ મોવર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

- text