મોરબીના કોરોના પોઝિટિવ આધેડના પત્નીને મોરબી સિવિલના આઇસોલેશનમાં દાખલ કરી સેમ્પલ લેવાયા

- text


રાજકોટ હોસ્પિટલના તંત્રએ મોરબી મોકલી દેતા અહીં દાખલ કરી સેમ્પલ લેવાયા

મોરબી : હાલ રાજકોટ સારવારમાં રહેલા મોરબીના પટેલ આધેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્નીને રાજકોટ હોસ્પિટલ તંત્રએ મોરબી મોકલી દેતા મોરબી આરોગ્ય વિભાગે હાલ તેમને મોરબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઈ કોરોનાના રિપોર્ટ માટે આગળની તજવીજ હાથ ધરી છે. તેમજ તેમની પૂછપરછ કરી તેમના પતિની હિસ્ટ્રી પણ જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે.

- text

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં આવેલા ગીતાજલી એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષના પટેલ આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે મોરબીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. જેથી આરોગ્ય સહિતના વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે રાજકોટમાં કોરોનાગ્રસ્ત મોરબીના આધેડ પાસે રહેલી તેમની પત્નીને એમ્બ્યુલન્સમાં મોરબી મોકલી દેવાતા મોરબી આરોગ્ય વિભાગે તેમને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. જોકે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિ જ્યાં હોય ત્યાં જ ક્વોરન્ટાઇન કરવાની સૂચના હોવા છતાં રાજકોટ આરોગ્ય તંત્રએ મોરબી કોરોનાગ્રસ્તનના પત્નીને મોરબી મોકલી દીધા હતા.

જ્યારે હાલમાં મળતી વિગત મુજબ કોરોનાગ્રસ્ત આધેડ અને તેના પત્ની બંને વકીલ અને નોટરી છે. અને બંને પતિ પત્ની થોડા મહિના પહેલા જ ઉમા ટાઉનશીપમાં ભાડેથી રહેવા આવ્યા છે. અને પત્નીના જણાવ્યા મુજબ તેના પતિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

k

- text