માળિયામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવો વીડિયો ટિકટોકમાં વાયરલ કરનાર શખ્સની ધરપકડ

- text


 

માળિયા : માળિયામાં કોરોનાની મહામારી વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તેવો વિડિયો બે શખ્સો દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા પોલીસે તપાસ આદરી હતી. જેમાં આ વીડિયો બનાવનાર સોહિલ હુસેનભાઈ ભટ્ટીને પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે ઇલ્યાસ હુસેનભાઈ ખોડ મળી આવેલ ન હોય તેની શોધખોળ ચાલુ છે. હાલ આ બન્ને શખ્સો વિરુદ્ધ માળિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text