રામનગર-ખરેચિયા પાસે કપાસ ભરેલો ટ્રક પલ્ટી જતા ટ્રાફિકજામ

મોરબી : મોરબીના રામનગર-ખારેચિયા ગામ પાસે ગઈકાલે ઉતરાયણના દિવસે એક કપાસ ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રક ચાલકે સ્ટ્રીયરીગ પરથી કાબુ ગમુવતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. રોડ ઉપર પલ્ટી મરેલો ટ્રક આડો થઈ ગયા બાદ રોડ બન્ને બાજુએ બ્લોક થઈ ગયો હતો અને બન્ને બાજુ વાહનોની કતારો લાગી હતી. એકપણ વાહન ન નીકળે તે રીતે ટ્રાફિકજામ સર્જાયો હતો. આશરે બે કલાક સુધી ટ્રાફિકજામ રહેતા અનેક વાહન ચાલકો મુસીબતમાં મુકાઈ ગયા હતા. બાદમાં સ્થાનિકોની મદદથી ક્રેઇન વડે ટ્રકને દૂર કરવામાં આવ્યો હતો અને ટ્રાફિકને ફરી પૂવવર્ત કરાયો હતો.