મોરબી લાયન્સ ક્લબના પ્રમુખોનો પદગ્રહણ સમારોહ યોજાયો

મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ, લાયન્સ ક્લબ ઓફ મોરબી-સીટી અને લિઓ ક્લબ ઓફ મોરબી, નજરબાગના હોદેદારોની મુદત પૂરી થતી હોવાથી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર વસંતભાઈ મોવલિયા, ઇન્ડક્શન ઓફિસર ધીરજલાલ રાણપરીયા, ધીરેનભાઈ મહેતા, ચંદ્રકાન્તભાઈ દફતરી, દિવ્યેશભાઈ સાકરીયા, ભરતભાઈ મહેતા, રાજેશભાઈ દોશી, ગીતાબેન સાવલા, મીનાબેન મહેતા, ભરતભાઈ પટેલ અને ધીરુભાઈ આદ્રોજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ મોરબી-નજરબાગના પ્રમુખ પદે ડો. રવિન્દ્ર ભટ્ટ (આચાર્ય, પી.જી.પટેલ કોમર્સ કોલેજ), સેક્રેટરી સમીર ગાંધી, ખજાનચી ભાવેશ ચંદારાણા, કો-ઓર્ડીનેટર તુષાર દફતરી અને એડમિનિસ્ટ્રેટર સંદીપ દફતરીની વરણી કરવામાં આવી હતી. જ્યારે લાયન્સ ક્લબ મોરબી-સીટીના પ્રમુખ પદે રમેશ રૂપાલા, સેક્રેટરી કેશવજીભાઇ દેત્રોજા, ખજાનચી ત્રિભોવનભાઇ ફૂલતરિયા, કો-ઓર્ડીનેટર અમૃતલાલ સુરાણી અને એડમિનિસ્ટ્રેટર ભીખાલાલ લોરિયાની સર્વાનુમતે વરણી કરાઈ હતી. આ ઉપરાંત લિઓ કલબના પ્રમુખ તરીકે ભૌતિક જોશી, સેક્રેટરી અભિષેક મણિયાર, ખજાનચી કરણ માધવી, કો-ઓર્ડીનેટર વિજય પરમાર અને એડમિનિસ્ટ્રેટર રાજુ ખાંટની વરણી કરાયેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણેય કલબના પ્રમુખોના માર્ગદર્શન હેઠળ હોદેદારો સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne