વાંકાનેર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે ત્રિમાસિક સ્પર્ધાનું આયોજન

- text


વાંકાનેરની તમામ હોટલો, સ્કૂલો, હોસ્પિટલો, મહોલ્લાઓ તેમજ માર્કેટમાં સ્વચ્છતાના આધારે માર્ક આપવામાં આવશે : એક થી પાંચ નંબરે આવનારને સર્ટિફિકેટ આપવામાં આવશે.

વાંકાનેર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સ્વચ્છ ભારત અંતર્ગત વાંકાનેર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે અને શહેર સ્વચ્છ બને તે માટે એક ત્રિમાસિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વાંકાનેરની તમામ હોટલો, સ્કૂલો, હોસ્પિટલો, મહોલ્લાઓ અને માર્કેટમાં સ્વચ્છતા અંગે કેટલી જાગૃતતા દાખવે છે અને લોકો કેટલી સ્વચ્છતા રાખે છે તે અંગે એક રેટિંગ હાથ ધરવામાં આવશે. રેટિંગમાં જુલાઇ થી સપ્ટેમ્બર માસ દરમિયાન સ્વચ્છ સર્વેક્ષણ લીગની કામગીરી કરવામાં આવશે જેમાં સૌથી વધુ સ્વચ્છતા અંગે એક થી પાંચ નંબર પર આવેલ લોકોને નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્ટીફિકેટ આપવામાં આવશે સાથોસાથ સ્પર્ધાનું પરિણામ ન્યૂઝ પેપર, સ્વચ્છ મંચ અને સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text