જબલપુરના શહિદ પરિવારની મુલાકાત લેતું મોરબીનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ

- text


મોરબી : મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા તારીખ 29ને શનિવારે મધ્યપ્રદેશના જબલપુરના શહિદ જવાન અશ્વિન કાચીના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્યો દ્વારા શહિદ જવાનને શ્રદ્ધાસુમન અર્પણ કરીને આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું.ગત તારીખ 29ને શનિવારના રોજ ના રોજ માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સ્વયંસેવકો મધ્ય પ્રદેશના જબલપુર જીલ્લાનું કુડાવલ ગામેપહોંચીને પુલવામામાં ભારત માતા માટે પ્રાણ આપનાર અશ્વિનભાઈ કાચીના પરિવારને મળી શ્રધ્ધાસુમન અર્પણ કરી આથિઁક યોગદાન આપ્યું હતું. આ ગામમાં લગભગ ૭૦ જેટલા યુવાનો સેનામાં છે. ગામમાં બીજા અમર જવાન રામેશ્વરજી પટેલ, કે જેમણે 19 જુન 2016ના રોજ કુપવાડા, જમ્મુ કાશ્મીરમાં પ્રાણનું બલિદાન આપ્યું હતું, તેમના પરિવાર સ્થિતિ ખુબ જ દુઃખદ હતી. કારણ કે છેલ્લાં બે વર્ષમાં શહિદ થયેલા અમર જવાનોને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ અનેક સંસ્થાઓ દ્વારા ખૂબ મોટી રકમ આપવામાં આવી છે પણ આ પરિવાર આવી મદદથી વંચિત છે. વધારે દુઃખદ વાત એ છે કે જ્યારે રામેશ્વરજી શહિદ થયા ત્યારે તેમને ત્રણ વર્ષનો દિકરો હતો અને તેમના ધર્મપત્ની સગર્ભા હતા, તે દિકરી અત્યારે ત્રણ વર્ષની છે. તેમની પાસે ખૂબ જ ઓછી જમીન છે અને આથિઁક સ્થિતિ ખૂબ નબળી છે. આ પરીવાર ને માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આથિઁક યોગદાન આપ્યું હતું અને આ પરિવારના દિકરા તથા દિકરીની શિક્ષણની જવાબદારી તેમજ કાંઈ પણ તકલીફ આવે તો તેમને તમામ પ્રકારની મદદ માટે જવાબદારીની ખાતરી સૌ મોરબીના રાષ્ટ્રભકતો વતી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા સ્વીકારાઈ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text