મોરબી : છેલ્લા 24 કલાકમાં વાંકાનેરમાં 20 અને મોરબીમાં 12mm વરસાદ નોંધાયો

- text


માળિયામાં 16, હળવદમાં 7 અને ટંકારામાં 13 mm વરસાદ પડ્યો

મોરબી : મોરબી જિલ્લામાં ધીમી ધારે મેઘરાજાએ હેત વરસાવાનું શરુ કર્યું છે. જિલ્લામાં ધીમી ધારે ઝાપટાંના રૂપમાં વરસાદ પડ્યો છે. જેમાં ગત રાતથી આજે મંગળવારે સાંજે 4 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં 20mm જયારે મોરબીમાં 12mm, ટંકારામાં 13mm, હળવદમાં 7mm અને માળિયામાં 16mm વરસાદ નોંધાયો છે. ત્યારે મોરબીવાસીઓ મેઘરાજા પાસે મન મૂકીને વરસવાની પ્રાર્થના કરી રહ્યા છે. (નોંધ : 25mm એ એક ઇંચ વરસાદ થાય)

- text

- text