મોરબીમાં કાલે શુક્રવારથી શાળાઓ થઈ જશે શરૂ

મોરબી : મોરબીમાં કાલે શુક્રવારથી શાળાઓ શરૂ થઈ જવાની છે. વાવાઝોડાની સંભવિત અસર કાલે નહિવત જેવી રહેવાની હોવાથી શાળાઓને રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવનાર છે.

મોરબીમાં વાયુ વાવાઝોડાની સંભવિત અસરને પગલે બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને શાળાઓમાં તા. 12 અને 13ની રજા જાહેર કરવામાં આવી હતી. ત્યારે હવે વાવાઝોડાની સંભવિત અસર આવતીકાલે શુક્રવારે નહિવત હોવાથી કાલથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખે જણાવ્યું છે. વધુમાં ટ્યુશન સંચાલકોએ પણ તા. 12 અને 13ના રોજ ટ્યુશન ક્લાસિસ બંધ રાખવાનો નિર્ણય લીધો હતી. આ ટ્યૂશન ક્લાસિસો પણ કાલથી શરૂ થઈ જવાના છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne