વાયુ વાવાઝોડું એલર્ટ :મોરબીમાં બાળ તબિબો સેવા માટે તત્પર

- text


સંભવિત કુદરતી આપતિના સમયે અસરગ્રસ્તોને જરુરી મેડિકલ સેવા પૂરી પાડશે

મોરબી : મોરબીમાં વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે અને તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા સલામતીના પગલાં લેવા સક્રિય છે.ત્યારે મોરબીના બાળ તબીબોએ આ સંભવિત કુદરતી આપતી સામે પહોંચી વળવા પોતાની સેવાઓ આપવા માટે તત્પરતા દર્શાવી છે.

અરબી સમુદ્રમા સર્જાયેલુ વાયુ વાવાઝોડાના પગલે સમગ્ર તંત્ર એલર્ટ થઈ ગયું છે ત્યારે મોરબી શહેરના બાળરોગના નિષ્ણાંત તબિબોનુ સંગઠન એસોશિયેશ ઓફ પિડીયાટ્રીક્સના પ્રમુખ ડો. દીનેશ ભાઈ પટેલ, સેક્રેટરી ડો.મનિષ ભાઈ સનારીયા તથા ખજાનચી ડો. સંદીપ ભાઈ મોરીએ યાદીમા જણાવ્યુ છે કે, મોરબી શહેરના બાળરોગના નિષ્ણાંત તબિબો સંભવિત કુદરતી આપદા સમયે તમામ પ્રકારની મેડીકલ સેવા પુરી પાડશે. અસરગ્રસ્તો ની સારવાર થી માંડી તમામ પ્રકારની વ્યવસ્થા એસોશિયેશનના તબિબો દ્વારા કરવામા આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે ,આવનારી આફત અંગે સરકારી તંત્ર સજ્જ થઈ ગયેલ છે તેમજ સરકારી હોસ્પીટલ ને પણ સજ્જ કરવા મા આવી છે ત્યારે મોરબી ના ખાનગી તબિબો એ અસરગ્રસ્તો તથા તંત્ર ને તમામ પ્રકાર ની મદદ કરવા ની તત્પરતા દર્શાવી છે.

- text

- text