પાક વીમાના પ્રશ્ને સાંસદ મોહન કુંડારિયાનો ઉડાવ જવાબ? વિડિયો વાયરલ થયો

- text


વિડિયો વિધાનસભા ચૂંટણી પૂર્વે નીકળેલ નર્મદા યાત્રા વખતનો હોવાની સાંસદની સ્પષ્ટતા

વાંકાનેર : મોરબી વાંકાનેર વિસ્તારમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં સાંસદ મોહન કુંડારિયા જયારે ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ખેડૂતોએ પાક વિમાની વાત કરતાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા ભડકી ઉઠયા હતા અને તમારે રજૂઆત કરવી હોય તો ગુજરાત સરકારને કરો તેમ કહીને તેઓએ ચાલતી પકડી હતી.

વિડિયોમાં સ્થાનિક ખેડૂતોએ પોતાના પાકવીમાના પડતર પશ્નો સાંસદ મોહન કુંડારિયા સમક્ષ રજૂ કર્યા હતા ત્યારે મોહન કુંડારિયા અકળાઈ ગયા હતા અને તેઓએ ખેડૂતોને ઉડાવ જવાબ આપ્યો હતો. ખેડૂતોએ પાક વીમાના પ્રશ્ન કર્યા હતા ત્યારે મોહન કુંડારિયાએ કહ્યું કે, તમારે આજ વાત કરવાની છે, આ બધું ગુજરાત સરકારને કહો, વીમો ગુજરાત સરકારને આપવાનો છે મારે નથી આપવાનો. પાક વિમાની જવાબદારી તમારા ધારાસભ્યની છે, ત્યારે અન્ય એક ખેડૂતે કહ્યું હતું કે, 1995 પહેલાની પરિસ્થિતિ અને અત્યારની અમારી પરિસ્થિતિ શું ફરક છે. ત્યારે મોહન કુંડારિયાએ કહ્યું કે, અત્યારેની પરિસ્થિતિ સાત ગણી સારી છે.

ખેડૂતોના સવાલથી અકળાઈ ગયેલા સંસદે વધુમાં કહ્યું કે, તમે ગાંડાઈ કરવા આવ્યા છો, હું 36 વર્ષથી માણસ ચારુ છું. તમારા બોલવા પરથી મને ખબર પડી જાય કે, શું વાત કરવાની હોય, વાત કરવાની કોઈ થીયરી હોઈ, એ ભાઈની વાત કરવાની થીયરી જ ખોટી હતી તેવું તેમનું કહેવું હતું. આ બાબતનો વિડીયો વાયરલ થયો છે….

- text

આ વિડીયો અંગે સાંસદ મોહનભાઇ દ્વારા એક ખાનગી ચેનલ પર સ્પષ્ટતા આપવામાં આવી હતી કે વિડીયો અત્યારે વાયરલ થયો છે પણ ખરેખર આ વિડીયો વિધાનસભા ચૂંટણી પૂર્વે નીકળેલ નર્મદા યાત્રા વખતે વાંકાનેરના કલાવડી ગામનો છે જે કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે અને આજે આટલા લાંબા સમય બાદ ચૂંટણી વખતે જ વીડિયો વાયરલ કરવામાં કોંગ્રેસનો હાથ હોવાનો આક્ષેપ કરેલ છે. પરંતુ એક વાત તો એ પણ સ્પષ્ટ છે કે વિડિયો ભલે જુનો હોય પરંતુ એ ખેડૂતો સાંસદ મોહનભાઇના મત વિસ્તારના છે અને ખેડૂતો પોતાના સાંસદ પાસે રજૂઆત ન કરે તો કોને કરે? અને જ્યારે આ વિડીયો બનાવવામાં આવેલ છે ત્યારે પણ મોહનભાઈ સાંસદ તરીકે ચાલુ જ હતાં, અને તેમની ફરજ છે કે તેમના મત વિસ્તારના ખેડૂતોના પ્રશ્નોને યોગ્ય જવાબ આપવો પરંતુ સત્તાના મદમાં જીત્યા બાદ ઉમેદવારો પોતાના મતદારોને હડધૂત કરે છે એ પણ સત્ય છે જે વિડીયો જોતા માલુમ પડે છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text