હળવડનો ડમ્પર ચોર નવ વર્ષે પકડાયો

 

અમદાવાદ પોલીસની મદદથી ગોમતીપુરમાંથી આરોપી પકડી લેવાયો

મોરબી : હળવદમાંથી નવ વર્ષ પૂર્વે ડમ્પર ચોરી કરનાર તસ્કરને પેરોલ ફર્લો સ્ક્વોડે અમદાવાદ પોલીસની મદદથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા હાથ ધરાયેલ ઝુંબેશમાં એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે હળવદ પોલીસ સ્ટેશનના ડમ્પર ચોરીના ગુન્હામાં છેલ્લા નવ વરસથી નાસતા ફરતા મકસુદ સતારખા પઠાણ, રે.ગોમતીપુર અમદાવાદ વાળાને અમદાવાદ પોલીસની મદદથી ઝડપી લઈ હળવદ પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસની આ કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોડના
એ.એસ.આઇ.હીરાભાઇ ચાવડા, પોલીસ
કોન્ટેબલ સહદેવસિંહ જાડેજા, એલ.સી.બી.ના
પો.કોન્સ.રવિરાજસિંહ ઝાલા,એસ.ઓ.જી.શાખાના એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટ, મોરબી
સીટી બી ડિવી પો.સ્ટે.ના પો.હેડકોન્સ.મહાવિરસિંહ પરમાર તથા અમદાવાદ જીલ્લા પોલીસની મદદથી કરવામાં આવી હતી.