હળવદ તાલુકાના માનસર નજીક સામસામે બાઇક અથડાતા ત્રણ ઇજાગ્રસ્ત

ત્રણ ઇજાગ્રસ્ત ને સારવાર માટે મોરબી ખસેડાયા

આજરોજ બપોરના હળવદ તાલુકાના માનસર નજીક મોટરસાયકલ સામસામા અથડાતા કડીયાણા ગામના ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબી ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજરોજ બપોરના હળવદ તાલુકાના માનસર ગામ નજીક આવેલ વળાંક પાસે તાલુકાના કડીયાણા ગામના યુવાનોના બાઈક સામસામા અથડાતા બાઈક માં સવાર ત્રણ યુવાનો ને ઇજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવાનોને 108ની મદદથી મોરબી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ઇજાગ્રસ્તોમાં વિજય ભરવાડ ,મુકેશ ભાઈ ભરવા,ડ અને મુકેશભાઈ રાતડીયા નો સમાવેશ થાય છે

જ્યારે બીજી તરફ હાઈવે રોડ પર બાઈક સામસામે અથડાતા આજુબાજુના લોકોને જાણ થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા તો સાથે જ બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en