મોરબી : ડ્રાંઇવરને ઝોકું આવી જતા ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો

સદનસીબે જાનહાની ટળી

મોરબી : મોરબી બાયપાસ રોડ પર ગતરાત્રે પસાર થતા એક ટ્રકચાલકને અચાનક ઝોકું આવી જતા ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો.જોકે આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રીના સમયે મોરબી રાજકોટ હાઇવે પર ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો અને મોરબી બાયપાસ રોડ ઉપર એજે માઇક્રોન પાસે આ ટ્રકના ચાલકને અચાનક ઝોકું આવી જતા ટ્રક બેકાબુ બનવાથી આ ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક રોડ ઉપર જ પલ્ટી મારી ગયો હતો.સદનસીબે આ ઘટનામાં મોટી ઘાત ટળી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે મોરબી રાજકોટ હાઇવે પર ફોરટ્રેકના ચાલતા કામમાં ટ્રાફિકની જાળવણીના નીતિનિયમોનો ઉલાળીયો થતો હોવાને કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે અને આ હાઇવે અકસ્માતનું ઝોન બની રહ્યો છે.ત્યારે વધુ કોઈ મોટી અકસ્માતની ઘટના બને તે પહેલાં મોરબી રાજકોટ હાઇવે પર વાહનચાલકોની માર્ગ સલામતી અંગે જવાબદાર તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠે છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en