મોટીબરાર પ્રાથમિક શાળાએ રાજ્ય કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લીધો

માળિયા(મી.) : ગુજરાતમાં ૪૬મું રાજ્ય કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ભુજ મુકામે સૂર્યા વરસાણી એકેડમી ખાતે યોજાયું હતું. આ પ્રદર્શનમાં માંળીયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ શાળાની બે વિદ્યાર્થિનીઓ ડાંગર નિલમ જેઠાભાઇ અને ડાંગર અવની અજયભાઇ એ તેમના શિક્ષક અનિલ બદ્રકિયા ના માર્ગદર્શક હેઠળ બનાવેલ કૃતિ “સફાઈના સાધનો” રજૂ કરી હતી.તેમની આ સફળતા બદલ માળિયા બી.આર.સી. અશોકભાઈ અવાડિયા, માળિયા શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, માળિયા તાલુકાનાં ઝોનલ ઓફિસર સોનલબેન ચૌહાણ, નાનીબરાર સી.આર.સી. દિનેશભાઈ કાનગડ, શાળાના શિક્ષકો અને ગામલોકો એ શુભેક્ષાઓ પાઠવી હતી.