મોરબી જિલ્લા પંચાયતમાં સમીતી રચનામાં પણ બળવો : બાંધકામ સમીતીમાં અમુભાઈ હુંબલની વરણી

- text


જિલ્લા પંચાયતના બળવા ખોરો સામે બાંયો ચડાવનાર હેમાંગ રાવલને કારોબારી અઘ્યક્ષ પદ મળ્યું

મોરબી : કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં મોરબી જિલ્લા પંચાયતમાં બળવો થવાની પરંપરા આજે સમીતી રચના વખતે પણ યથાવત રહેતી પ્રદેશ કોંગ્રેસ દ્વારા દિનાબેન કામરીયાને બાંધકામ સમીતીના ચેરમેન બનાવવા મેન્ડેડ અપાયો હોવા છતાં 3 સભ્યોએ બળવો કરી અમુભાઇ હુંબલને અઘ્યક્ષ પદે બેસાડતા હંગામો મચી જવા પામ્યો છે. બીજી તરફ બાગીઓ સામે બાંયો ચડાવી લડાઇ લડનાર હેમાંગ રાવલને કારોબારી અઘ્યક્ષ બનાવાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ લાંબા સમય બાદ મોરબી જિલ્લા પંચાયતમાં આજે સમીતીઓની રચનાનો મુદો હાથ પર લેવાયો હતો જેમાં પણ બગાવતના સુર
રેલાવતા શિક્ષણ સમીતી અને સિંચાઇ સમીતીની વરણી અટકી પડી છે બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ દ્વારા બાંધકામ સમીતીમાં દિનાબેન કામરીયાને ચેરમેને બનાવવા મેન્ડેડ અપાયો હતો પરંતુ 3 સભ્યોએ અમુભાઇ હુંમ્બલને બહુમતીથી ચેરમેન પદે બેસાડી દેતા દીનાબેન નારાજ થયા છે.

- text

દરમ્યાન આજે સમીતીની રચનાના કારોબારી અઘ્યક્ષ તરીકે બાગી જુથ સામે લડાઇ આપનાર હેમાંગ રાવલને બેસાડવામાં આવ્યા છે જયારે સામાજીક ન્યાય સમીતીમાં પીન્કુબેન ચૈાહાણને સ્થાન અપાયુ છે જયારે આરોગ્ય સમીતીના ચેરમેન પદે કુલસુમબેન બાદીને સ્થાન અપાયું જયારે મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન પદે પાસના આગેવાન નિલેશ એરવાડીયાના પત્ની રેખાબેનની વરણી કરવામાં આવી હતી. જયારે વિવાદના કારણે શિક્ષણ અને સિંચાઇ સમીતીની વરણી બાકી રાખવામાં આવી હતી.

- text